જીલ્લા કક્ષાએથી 10 પ્રોજેક્ટસ રાજ્ય કક્ષા માટે પસંદગી પામ્યા મોરબી : મોરબીમાં સર્વોદય એજ્યુકેશન સોસાયટી ટ્રસ્ટ સંચાલિત મહારાજા મહેન્દ્રસિંહજી સાયન્સ કોલેજ ખાતે જીલ્લા કક્ષાના રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ-2023નું આયોજન કરવામાં આવ્યું હતું. આ બાળ વિજ્ઞાન પરિષદમાં જીલ્લા કક્ષાએથી 10 પ્રોજેક્ટ્સની રાજ્ય સ્તર માટે પસંદગી કરવામાં આવી છે.ગુજરાત કાઉન્સિલ ઓન સાઇન્સ ઍન્ડ ટેકનોલોજી ગાંધીનગર દ્વારા સંચાલિત આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર, મોરબી દ્વારા ૩૧ મી રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ ૨૦૨૩નું આયોજન સર્વોદય એજ્યુકેસન સોસાયટી ટ્રસ્ટ સંચાલિત શ્રી મહારાજા મહેન્દ્રસિંહજી સાયન્સ કોલેજ મોરબી ખાતે કરવામાં આવ્યું હતું. આ પરિષદમાં તાલુકા કક્ષાએથી પસંદ પામેલા 260 જેટલા ઉચ્ચ સ્તરના પ્રોજેક્ટ્સ રજૂ કરવામાં આવ્યા હતા. તેમાંથી જીલ્લા કક્ષાએ 10 પ્રોજેક્ટ્સ રાજ્ય સ્તર માટે પસંદગી પામ્યા છે. આ કાર્યક્રમમાં પસંદ થયેલા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યા હતા. આગામી દિવસોમાં જે રાજ્ય કક્ષાએ સ્પર્ધામાં ભાગ લઈને મોરબી જીલ્લા તેમજ તેમના શાળા સંસ્થાનું નામ ઉજવળ કરશે. આ તમામ કાર્યક્રમમાં સહભાગી સંસ્થાના ટ્રસ્ટી રજનીભાઈ તથા દેવાંગભાઈ તથા ગાંધીનગરથી ઉપસ્થિત રહેલા દીપકભાઈ તથા અનિલભાઈ તેમજ ઓબઝર્વર અને આચાર્ય ડૉ .એચ.સી.માંડવીયા, ડૉ દંગી અને આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્રના કો-ઓર્ડીનેટર દિપેનભાઈ ભટ્ટ દ્વારા ભાગ લીધેલ તથા પસંદગી પામેલા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. તેમ આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્રના સંચાલક એલ.એમ.ભટ્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું.