વર્ષો બાદ ભાજપને હવે સ્થિર કાર્યાલય મળશે, અત્યાર સુધી પ્રમુખ બદલતા એમ કાર્યાલય પણ બદલતું રહેતુંમોરબી : મોરબી જિલ્લા ભાજપના કાર્યાલય કમલમનું નિર્માણ કરવાની જાહેરાત કરવામાં આવી છે. જેને પગલે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ મોરબી પણ આવી રહ્યા છે. તેઓના હસ્તે 19મીએ આ કાર્યાલયનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.મોરબી જિલ્લા ભાજપનું કાર્યાલય અત્યાર સુધી સ્થિર ન હતું. જેમ પ્રમુખ બદલાતા રહેતા હતા તેમ કાર્યાલય પણ બદલતું રહેતું હતું. હાલ જિલ્લા ભાજપનું કાર્યાલય રામ ચોક સ્થિત છે. પણ હવે રાજકોટ શહેર ભાજપની જેમ મોરબી જિલ્લા ભાજપ દ્વારા પણ કમલમનું નિર્માણ કરવાની જાહેરાત કરવામાં આવી છે.આ મામલે જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડીએ જણાવ્યું કે મોરબી જિલ્લા ભાજપ દ્વારા શનાળા બાયપાસ પાસે કમલમનું નિર્માણ કરવામાં આવશે. આ માટે 19મીએ પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ મોરબી આવી રહ્યા છે. તેઓના હસ્તે કમલમનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. વધુમાં આ કાર્યક્રમની તૈયારીઓને લઈને જિલ્લા સંગઠનના હોદ્દેદારો સાથે આવતીકાલે રવિવારે હાલના જિલ્લા કાર્યાલય ખાતે બપોરે 3 વાગ્યે બેઠક પણ રાખવામાં આવી છે.