મોરબી : મોરબીના લગધીરપુર રોડ ઉપર સાયકલ લઈને જઈ રહેલા લાલપર ગામના વૃધ્ધ રમેશભાઇ જેઠાભાઇ પીશાવડીયાને ટ્રક ડમ્પર નંબર જીજે-12-એઝેડ-9427ના ચાલકે ગત તા.11ના રોજ હડફેટે લઈ ગંભીર ઈજાઓ પહોંચાડી મોતને ઘાટ ઉતારી અકસ્માત બાદ ટ્રક ડમ્પર સ્થળ ઉપર મુકી નાશી જતા બનાવ અંગે મૃતકના પુત્ર ભીખુભાઇ ઉર્ફે ભાવીનભાઇ રમેશભાઇ પીશાવડીયાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રક ડમ્પર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.