મોરબી : ગઈકાલે તારીખ 13 ઓક્ટોબરના રોજ રઘુવંશી યુવક મંડળ– મોરબીના કાર્યાલયે યુવક મંડળના સભ્યોની વાર્ષિક સામાન્ય સભાનું આયોજન કરાયું હતું. આ સામાન્ય સભામાં આગામી વર્ષ માટે નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. જેમાં રઘુવંશી યુવક મંડળ- મોરબીના પ્રમુખ પદે જયેશભાઈ સી. કોટેચા, ઉપપ્રમુખ પદે રવિભાઈ આર. કોટેચા, મહામંત્રી પદે રોનકભાઈ એ. કારીયા, સહમંત્રી પદે તેજસભાઈ એમ. બારા, તથા ખજાનચીના પદ પર વિરેનભાઈ એસ. પુજારાની વરણી કરવામાં આવી છે. રઘુવંશી યુવક મંડળના નવનિયુક્ત હોદ્દેદારોને કારોબારી સભ્યો તથા જ્ઞાતિબંધુઓ તરફથી શુભેચ્છાઓ મળી રહી છે.