મોરબી : મોરબીના લીલાપર - ધુનડા રોડ ઉપર જંગલ વિસ્તારમાં આગ આગ લાગવાની ઘટના સામે આવી હતી. ગઈકાલે બપોરના સમયે કોઈ કારણસર જંગલમાં આગ લાગતા ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવામાં આવી હતી. આગ વિકરાળ રૂપ ધારણ કરે તેની પહેલાં જ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. લીલાપર - ધુનડા રોડ ઉપર જંગલ વિસ્તારમાં કોઈ કારણસર આગ લાગતા મોરબી ફાયર કંટ્રોલરૂમમાં જાણ કરાતા મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસના જવાનો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા અને પાણીનો મારો ચલાવી સંપૂર્ણ આગને કાબુમાં કરવામાં આવી હતી.જેના કારણે કોઈ મોટી જાનહાની થઈ નહોતી. ફોરેસ્ટ વિભાગની ટીમે વહેલી તકે ફાયર વિભાગને જાણ કરતા આગને વધારે વધતાં અટકાવી હતી. જંગલમાં આગ લાગવાનું કારણ જાણવા મળ્યું ન હતું.