મૂળ અરવલ્લી જિલ્લાના મસાદરા ગામના વતની યુવાનને અજાણ્યા શખ્સે બોથડ પદાર્થના ઘા ઝીકી હત્યા કર્યાનું ખુલ્યું મોરબી : મોરબી તાલુકાના લાલપર ગામે પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર પાછળ આવેલી બાવળની ઝાડીમાં એક 25 વર્ષીય યુવાનની હત્યા કરી નાખવા આવતા મોરબી તાલુકા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરતા મૃતક યુવાન મૂળ અરવલ્લી જિલ્લાના મસાદરા ગામનો વતની હોવાનું અને મોરબીમાં રખડતું ભટકતું જીવન જીવી કાગળ વીણવાનું કામ કરતો હોવાનું ખુલ્યું છે, હત્યાના આ બનાવ અંગે હાલ તાલુકા પોલીસે મૃતકના કૌટુંબિક ભાઈની ફરિયાદને આધારે હત્યા અંગે ગુન્હો રજીસ્ટર કર્યો છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગઈકાલે મોડી સાંજે મોરબી તાલુકાના લાલપર ગામે પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર પાછળ આવેલી બાવળની ઝાડીમાંથી યુવાનની લાશ મળી આવતા પોલીસે મૃતકની ઓળખ મેળવતા મૃતક યુવાન મૂળ અરવલ્લી જિલ્લાના મસાદરા ગામનો બાબુભાઇ ઉર્ફે બાલુ નાનાભાઇ ખાંટ ઉ.25 હોવાનું અને મોરબી બાજુ જુદા-જુદા કારખાના જેવા વિસ્તારમાં રખડતો-ભટકતો હોય અને કાગળ વિણવાનુ કામ કરતો હોવાનું બહાર આવ્યું હતું. વધુમાં પોલીસની પ્રાથમિક તપાસમાં કોઈ અજાણ્યા શખ્સે બાબુભાઇ ઉર્ફે બાલુના મોઢામાં જમણી બાજુ તથા કપાળ તથા નેણ ઉપર બોથર્ડ પદાર્થથી માર મારી ગંભીર ઇજા કરી મોત નિપજાવ્યું હોવાનું સામે આવ્યું છે.હત્યાના આ રહસ્યમય બનાવ અંગે હાલમાં મૃતકના કૌટુંબિક ભાઈ કનુભાઇ સુરમાભાઇ ખાટ હે. મસાદરા, ઝુખડી ફળીયુ પોસ્ટ-આંબલીયા તા.માલપુર જી.અરવલ્લી વાળાની ફરિયાદના આધારે અજાણ્યા શખ્સ વિરુદ્ધ આઇપીસી કલમ 302 મુજબ ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.