મોરબી : મોરબીના રાજપર ગામે રાજપર ગૌશાળા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 16 ઓગસ્ટના રોજ નાટક અને વીજુડીના લાઈવ કોમેડી શોનું આયોજન કરવામાં આવ્યું છે.16 ઓક્ટોબર ને સોમવારના રોજ નિરાધાર ગૌ-માતાના લાભાર્થે રાત્રે 9-30 કલાકે રાજપર ગામની પટેલ સમાજવાડી ખાતે પૃથ્વીરાજ ચૌહાણ નાટક રજૂ કરવામાં આવશે. સાથે જ વીજુડીનો લાઈવ કોમેડી શો રજૂ કરાશે. જેમાં ધનસુખ ભંડેરી ઉર્ફે વીજુડી અને રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો ઉપસ્થિત રહીને સૌને હશાવશે. આ કાર્યક્રમમાં નકલંક ધામ બગથળાના દામજીભગત આશીર્વચન પાઠવશે. તો આ કાર્યક્રમને માણવા માટે સૌને આમંત્રણ પાઠવાયું છે.