ઈંગ્લીશ દારૂનો જથ્થો મોકલનાર અને ઈંગ્લીશ દારૂની ડિલિવરી કરનાર બે બુટલેગરોના નામ ખુલ્યાવાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીને બાતમીના આધારે વાંકાનેર તાલુકાના ભીમગુડા ગામની સીમમાં વાડીમાંથી ઇંગ્લીશ દારૂની નાની મોટી બોટલો નંગ-૨૦૬ કુલ કી.રૂ.૨૯,૨૦૦ ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી લીધો હતો. પોલીસની તપાસમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો મોકલનાર અને ઈંગ્લીશ દારૂની ડિલિવરી કરનાર બે બુટલેગરોના નામ ખુલ્યા છે.વાંકાનેર તાલુકા પોલીસની સર્વેલન્સ ટીમેં વાંકાનેર તાલુકાના ભીમગુડા ગામની આંકડીયો ઢોળો નામથી ઓળખાતી સીમમાં આરોપી અનીલભાઇ અવચરભાઇ વીંઝવાડીયાની વાડીની ઓરડીમાંથી ભારતીય પરપ્રાંત બનાવટની અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લીશ દારૂની નાની મોટી બોટલો નંગ-૨૦૬ કુલ કી.રૂ.૨૯,૨૦૦ ના મુદ્દામાલ સાથે આરોપી અનીલભાઇ અવચરભાઇ વીંઝવાડીયાને ઝડપી લીધો હતો. પોલીસની પૂછપરછમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો જેની પાસેથી મંગાવેલ તે આરોપી બળવંતસિંહ જીલુભા ઝાલા અને ઇંગ્લીશ દારૂનો જથ્થો આપી જનાર વીક્રમભાઇ ગગજીભાઇ અઘારાની વીરૂધ્ધ પ્રોહી. એક્ટ મુજબનો ગુન્હો રજી. કરાવી પકડવાના બાકી આરોપીઓની શોધખોળ કરી ધરપકડ કરવા માટે ચક્રો ગતીમાન કર્યા છે.