ટેન્ડર પ્રસિદ્ધ થવા છતાં પણ કોન્ટ્રાકટરો રસ ન લેતા હોય, ધારાસભ્ય અને અધિક કલેકટરે કોન્ટ્રાકટરોને ટેન્ડર ભરવા કર્યું આહવાન પાલિકામાં પૈસાની અછતની સમસ્યા છે તે સ્વભંડોળમાં, ગ્રાન્ટના કામો માટે કોઈ જ ચિંતા નથી, રોજિંદા ખર્ચની ચુકવણીમાં આર્થિક તંગી હોવાથી લોકોએ બાકી વેરા ભરી દેવા : ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયામોરબી : મોરબી નગરપાલિકામાં રોડ-રસ્તાના કામ માટે ટેન્ડર પ્રસિદ્ધ થયા હોય છતાં પણ કોન્ટ્રાકટરો રસ લેતા ન હોય ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને વહીવટદાર એવા અધિક કલેકટર દ્વારા કોન્ટ્રાકટરોને આગળ આવી ટેન્ડર ભરવાનું આહવાન કરવામાં આવ્યું છે.આ મામલે પાલિકાના વહીવટદાર એવા અધિક કલેકટર એન.કે. મુછારે જણાવ્યું કે મચ્છું નદીમાં બેઠો પુલ છે તેની આસપાસની સફાઈ હાથ ધરવામાં આવી છે. જૂની દીવાલ પરના બાવળો દૂર કરવાની કામગીરી હાથ ધરી છે. 5 નવા ટ્રેકટર અને સેનિટેશનના સાધનોની મદદથી ડોર ટુ ડોર અને રેગ્યુલર કચરો છે તેના નિકાલ પ્રયત્નો થઈ રહ્યા છે. રૂ. 5 લાખની નવી સ્ટ્રીટ લાઈટો જ્યાં ગરબી મંડળો છે ત્યાં મુકવા જઈ રહ્યા છીએ. વધુમાં રૂ.10 કરોડના રોડ રિસરફેસિંગ અને રીનોવેશનના કામોના ટેન્ડર ગત અઠવાડિયે પ્રસિદ્ધ કર્યા છે. દિવાળીએ કામ ચાલુ કરાવી દેવામાં આવશે. સારા કોન્ટ્રાકટરો આગળ આવી રસ લ્યે જેથી કામો સારા અને વહેલા થઈ શકે.વધુમાં તેઓએ ઉમેર્યું કે ડે ટુ ડે ખર્ચાઓ જેઓકે ડીઝલ, સ્ટ્રીટલાઇટ બિલ, પાણી પુરવઠાની મોટરના બિલ, ભૂગર્ભના બિલ તેના માટે નાણાની જરૂરિયાત ઉભી થઇ છે. લોકો બાકી વેરા ડીસેમ્બર સુધીમાં ભરી આપે જેથી પાલિકાનું કામ સરળ બની શકે.ધારાસભ્ય કાંતિલાલ અમૃતીયાએ જણાવ્યું કે કોન્ટ્રાકટરોને અપીલ છે કે તેઓ ટેન્ડર ભરે. સારું કામ કરો તમને કોઈ ડિસ્ટબન્સ નહિ થાય. દર 15 થી 20 દિવસે બિલ આપી દેવાશે. આ કામ માટે પૈસાની કોઈ તકલીફ નથી. આ તો ગ્રાન્ટના કામ છે. પૈસાની જરૂરિયાત છે તે સ્વ ભંડોળમાં છે. એકાદ મહિનામાં મોટાપાયે કામ શરૂ થશે. બધા કામ ગુણવત્તાવાળા કામ થશે. છતાંય ક્યાંય કચાશ લાગે તો નગરપાલિકાને જાણ કરજો.