મોરબી : પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઘુંટુના મેડિકલ ઓફિસર ડો. જીગ્નેશ પંચાસરાના માર્ગદર્શન હેઠળ તથા ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબીનાં સહયોગથી તમાકુ વ્યસન અંગેની વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન સી.એન.પટેલ વિદ્યાલય ખાતે કરવામાં આવેલ હતું.આ સ્પર્ધામાં 187 માંથી 50 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં પ્રથમ ત્રણ ક્રમ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામો આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં શાળાનાં શિક્ષકો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્ર્મના ડો.આદર્શ વી. કડીવાર, એફ. એચ. ડબલ્યુ. જસુ પાતરિયા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના હેલ્થ સુપરવાઇઝર જે. બી. બેચરા, રવિન દેગામા, જસવંત ચાવડા દ્વારા બાળકોને તમાકુથી થતા ગેરફાયદા અને નુકસાન વિશે સમજણ આપવામાં આવી હતી. તેમજ તમાકુનાં વ્યસનથી પોતાને, કુંટુબ અને સમાજને મુક્ત રાખવા માટે અપીલ કરવામાં આવી હતી.