વાંકાનેર સર્કલ પોલીસ ઇન્સ્પેકટર અને ટંકારા પોલીસની ટીમને મળેલી સફળતામોરબી : ટંકારા વિસ્તારમાંથી 10 વર્ષની સગીર ભાણેજનું સુરત રહેતી માસી અપહરણ કરી ગયા અંગેની ફરિયાદ ટંકારા પોલીસ મથકમાં નોંધાયા બાદ વાંકાનેર સર્કલ પોલીસ ઇન્સ્પેકટર અને ટંકારા પોલીસની ટીમે સંયુક્ત કામગીરી કરી અપહરણ કરનાર માસીને સુરતથી દબોચી લીધી હતી.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા વિસ્તારમાં રહેતી સગીરાને સુરત કોસાડમાં રહેતી સોનુબેન ધરમશીભાઈ સોલંકી નામની સગી માસી એવી મહિલા અપહરણ કરીને લઇ જતા સગીરાના માતાપિતાએ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્વરિત કાર્યવાહી કરી હતી અને વાંકાનેર સર્કલ પોલીસ ઇન્સ્પેકટર અને ટંકારા પોલીસની સંયુક્ત ટીમ દ્વારા સુરત ખાતેથી આ મહિલાને દબોચી લઈ ટંકારા પોલીસ મથકે લાવવામાં આવી હતી.