મોરબી : મોરબી એસઓજી ટીમે પેટ્રોલિંગ દરમિયાન માળીયા તાલુકાના નવાગામની સીમમાંથી બાતમીને આધારે યુવાનને દેશી બનાવટીની જામગરી બંદૂક સાથે ઝડપી લઈ માળીયા પોલીસ મથકમાં આર્મ્સ એક્ટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસ ટીમે માળીયા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન નવાગામની સામાકાંઠા વાળી સીમમાંથી આરોપી આમદભાઇ રસુલભાઇ જેડા ઉ.44 નામના શખ્સને ખેતરના શેઢેથી રૂપિયા 2000ની કિંમતની જામગરી બંદૂક સાથે ઝડપી લઈ માળીયા પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.