મોરબી : મોરબીમાં આગામી તારીખ 29 ઓક્ટોબરના રોજ ટેબિલ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.તારીખ 29 ઓક્ટોબરના રોજ મોરબીના ચકીયા હનુમાન મંદિરની સામે વસંત પ્લોટ મેઈન રોડ ખાતેના ક્રિષ્ના ચેમ્બર ખાતે ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનું આયોજન કરાયું છે. આ સ્પર્ધા સિંગલ અને ડબલ એમ બે કેટેગરીમાં યોજાશે. સિંગલ ટુર્નામેન્ટમાં 50 રૂપિયા અને ડબલ્સ ટુર્નામેન્ટમાં 100 રૂપિયા (જોડીના) રજિસ્ટ્રેશન ફી રાખવામાં આવી છે. રજિસ્ટ્રેશન માટે 9979021107, 9898448974 નંબર પર સંપર્ક કરવા જણાવાયું છે. વિજેતાઓને ટ્રોફી અને મેડલ આપવામાં આવશે. સારો દેખાવ કરનારના રોકડ પુરસ્કાર અને ભાગ લેનાર તમામને ઈનામો આપવામાં આવશે.