તંત્રએ અસામાજિક તત્વોના અડ્ડા ઉપર બુલડોઝર ફેરવી દીધુંમોરબી : માળીયાની ભીમસર ચોકડી પાસે ગેરકાયદે દબાણો ખડકાયા હોવાની ખુદ ધારાસભ્યએ સંકલન સમિતિમાં ફરિયાદ ઉઠાવતા તંત્રએ આજે ડીમોલેશન હાથ ધર્યું હતું અને અસામાજિક તત્વોના અડ્ડા ઉપર બુલડોઝર ફેરવી દીધું હતું. તેમજ અન્ય દબાણો પણ હટાવી દીધા હતા.માળીયાની ભીમસર ચોકડી પાસે ગેરકાયદે કેબિન, હોર્ડિંગ્સ સહિતના દબાણો ખડકાયા હતા. આ બાબતની ફરિયાદ ધારાસભ્યએ સંકલન સમિતિની બેઠકમાં રજૂ કરી હતી. તેથી આ દબાણો હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને પ્રાંત અધિકારી, પોલીસ સ્ટાફ, મામલતદાર, નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓએ સાથે મળીને ભીમસર ચોકડી ઉપર ખડકાયેલા દબાણો હટાવવાની કામગીરી હતી. જેમાં ગેરકાયદે ખડકાયેલી કેબિનમાં અસામાજિક તત્વોનો અડ્ડો હોય તે કેબિન અને ગેરકાયદે ખડકાયેલા હોર્ડિંગ્સ હટાવી દીધા હતા.