મોરબી : મોરબીમાં આજે પ્રભારી મંત્રી પ્રફુલ પાનેસેરિયાની હાજરીમાં વિવિધ વિકાસ કામોના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતા. મોરબી પાલિકાના 40 લાખના ખર્ચે કચરા કલેક્શન માટે પાંચ ટ્રેકટરનું લોકાપર્ણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત 35 કરોડનો ચેક નટરાજ ફાટક પર ઓવરબ્રિજ બનાવવા માટે માર્ગ અને મકાન વિભાગને અર્પણ કરવામાં આવ્યો હતો.આજરોજ પ્રભારી મંત્રીની હાજરીમાં 73 લાખની એલઇડી,10 કરોડના રોડના કામો35 કરોડ ઓવર બ્રિજ માટે માર્ગ અને મકાન વિભાગને ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. આ તકે, ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ જણાવ્યું હતું કે, પાલીકામાં સ્વભંડોળ જીરો છે, 10 કરોડનું દેણું છે, સારો વહીવટ થાય એની ખાતરી આપી છે, કામની ક્વોલિટી જોઈએ છે, કોન્ટ્રાકટએ કોઈને એક રૂપિયો પણ આપવાનો નથી, જે પણ કામ થાય એ સારી રીતે થાય એવા અમારા પ્રયત્ન છે.વધુમાં આજે મચ્છુ નદીની સફાઈ બાબતે નર્યું નાટક કર્યું હોય તેવો ઘાટ સર્જાયો હતો. મચ્છુ નદીમાં ગાડી વેલ અને પથ્થરો, કાદવ કીચડ હોય તેની સફાઈ કરવા માટે 100થી વધુ સફાઈ કર્મીઓ રાખવામાં આવ્યા હતા. પણ સફાઈ કર્મીઓ ઉપરછલી સફાઈ કરતા મંત્રી પ્રફુલ પાનસેરિયા અને ધારાસભ્ય અમૃતિયા મચ્છુ નદીની વ્યવસ્થિત સફાઈ કરવાનું જણાવ્યું હતું. ઉપરાંતસફાઈ કામદારો યોગ્ય રીતે કામ કરો, યોગ્ય રીતે સફાઈ થતી નથી, 15 દિવસ સુધી સફાઈ અભિયાન થશે, આ ગામમાં રામ રાજ્ય લાવવું છે , ગુંડાઓની પણ સફાઈ કરવાની છે તેવું કાંતિલાલે માર્મિક રીતે કહ્યું હતું.પ્રભારી મંત્રીએ કહ્યું હતું કે, મોરબીમાં સમતા અને ભાઈચારાની ભાવના સાથે રહે અને શહેર સ્વચ્છ રહે , હવે વિકાસમાં કવોલિટી કામ જ જોઈશે, સફાઈ માટે માત્ર તંત્ર જ નહીં પણ આપણાં સૌ કોઈ સફાઈ અભિયાનમાં જોડાઈને શહેરને સ્વચ્છ રાખીએ, સરકાર મોરબી શહેરના વિકાસ માટે ચિંતિત છે. સરકારની તમામ યોજના લોકો સુધી પહોંચે એ જરૂરી છે, વિકાસ કામોમાં કોઈ તમારી પાસે ખોટા પૈસા માંગે તો પણ અમને જાણ કરજોઆ તકે પ્રભારી મંત્રી પ્રફુલ પાનસેરિયા, ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, જિલ્લા કલેકટર પંડ્યા, અધિક કલેકટર અને વહીવટદાર એન. કે. મુછાર, ચીફ ઓફિસર આચાર્ય, જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, મહામંત્રી કે.એસ. અમૃતિયા, જેઠાભાઇ મીયાત્રા, શહેર. ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જયુભા જાડેજા, પ્રદીપભાઈ વાળા સહિતના હાજર રહ્યા હતા.