મોરબી : મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે આજે બાતમીના આધારે મોરબી સીટી એ ડીવી. પોલિસ સ્ટેશનનો અનડીટેક્ટ બાઇક ચોરીના ગુનાનો ભેદ ઉકેલી આરોપી તથા ચોર ઝડપી લઈ તપાસ હાથ ધરી છે.મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટાફ જુના ઘુટુ રોડ, સનવલ્ડ સીરામીક ચોકડી ખાતે વાહન ચેકીંગમાં હોય તે દરમ્યાન ઘુંટુગામ બાજુથી એક શંકાસ્પદ બાઇક લઇ એક સવારીમા નિકળતા અને અગાઉ ચોરીના ગુન્હામાં પકડાયેલ ઇસમ હોય જેને રોકાવી બાઇક GJ36P0088 નંબર ઇ-ગુજકોપમાં સર્ચ કરતા જે બાઇક બીપીનચંદ્ર ગોરધનભાઇ રાચ્છ રહે- વર્ધમાનનગર મોરબી વાળાના નામે હોય જેથી આ બાઇકના ચાલક પાસે બાઇકના કાગળો માંગતા નહી જોવાનુ જણાવતા કાયદેશરની કાર્યવાહી કરી આરોપીની સઘન પુછપરછ કરતા મોરબીમા નગરદરવાજા પાસે આવેલ નાસ્તા ગલીમાથી બાઇકની પોતે ચોરી કરેલ હોવાની કબુલાત આપેલ જેથી આરોપી ગજુભાઇ જાલમભાઇ દેવડાને બાઇક સાથે ઝડપી તેના વિરૂધ્ધ કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે.