રોજમદાર સફાઈ કર્મીઓને કાયમી કરવા સહિતના પ્રશ્ને કલેકટર અને ચીફ ઓફિસરને રજુઆતમોરબી : મોરબી નગરપાલિકાના સફાઈ કર્મીઓએ પડતર પ્રશ્ને લડતનો માર્ગ અપનાવ્યો છે. રોજમદાર સફાઈ કર્મીઓને કાયમી કરવા સહિતના પ્રશ્ને ચીફ ઓફિસરને રજુઆત કરી છે. આ પ્રશ્નો ન ઉકેલાય તો હડતાળ કરવાની ચીમકી આપી છે.મોરબી નગરપાલિકાના રોજમદાર સફાઈ કર્મચારીઓએ નગરપાલિકાના ચીફ ઓફિસરને રજુઆત કરી હતી કે, સફાઈ કર્મીઓ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે છે અને ગમે તેવી કપરી પરિસ્થિતિમાં પણ પોતાની ફરજ નિભાવે છે. પણ આ રોજમદાર સફાઈ કર્મીઓના પડતર પ્રશ્નો લાંબા સમયથી અણઉકેલ છે. જેમાં રોજમદાર સફાઈ કર્મીઓને કાયમી કરવા, સફાઈ કર્મીઓને સરકારના ધારા ધોરણ મુજબ લઘુતમ વેતનમાં વધારો કરવો, રોજમદાર સફાઈ કર્મીઓને ચાલુ ફરજ દરમિયાન છુંટા કરી દીધા હોય એને પરત ફરજમાં લેવા, રોજમદાર સફાઈ કર્મીઓને પગાર સ્લીપ અને હાજરી કાર્ડ તાકીદે આપવાની માંગ કરી છે અને જો આ પ્રશ્નો નહિ ઉકેલાય તો તા.16 ઓક્ટોબરે સફાઈની કામગીરી બંધ કરીને હડતાળ ઉપર ઉતરી જવાની ચીમકી આપી છે.