મોરબી : ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ તારીખ 9 ઓકટોબરના રોજ મેન્ટેનન્સ હેતુ વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે તેમ નાયબ ઈજનેર દ્વારા જણાવાયું છે.આવતીકાલે 9 ઓક્ટોબરના રોજ શુભ ઇન્ડસ્ટ્રીયલ સવારે 8 વાગ્યાથી સાંજે 6 વાગ્યા (લખધીરપુર ગામ તેમજ તેની આસપાસનો વિસ્તાર), અને લેવિનજા ઇન્ડસ્ટ્રીયલ સવારે 8 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી તેમજ ઉપર મુજબના ફીડરમાં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય તેમજ ઔદ્યોગીક (એચ.ટી) વીજ જોડાણ માં દર્શાવેલ સમય સુધી વીજ પુરવઠો બંધ રહેશે. મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે.