મોરબી : હાલ મોટી સંખ્યામાં પદયાત્રીકો ચાલીને કચ્છમાં આવેલા માતાના મઢ જઈ રહ્યા છે ત્યારે પદયાત્રીકોની સુવિધા માટે ઠેર ઠેર સેવા કેમ્પ ચાલી રહ્યા છે. ત્યારે ખારચીયા ગામ ખાતે પણ રાજપૂત યુવક મંડળ દ્વારા સેવા કેમ્પ ચાલી રહ્યો છે. રાજપુત યુવક મંડળ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીકોની સુવિધા માટે ખારચીયા મુકામે સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં પદયાત્રીકો માટે જમવા સહિતની સુવિધા ઉભી કરવામાં આવી છે.