મોરબી : મોરબીના જય દ્વારકાધીશ ગ્રુપ લાલપર દ્વારા આશાપુરા માતાના મઢે જતાં પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.મોરબી તાલુકાના લાલપર ગામે જય દ્વારકાધીશ ગ્રુપ કે.જે. રબારી અને પટેલ સમાજ દ્વારા માતાના મઢે જતાં પદયાત્રીકો માટે સેવા કેમ્પ શરૂ કરાયો છે. જેમાં પદયાત્રીકોને સવારનો નાસ્તો આપવામાં આવી રહ્યો છે. આજે પદયાત્રીકોને ગરમાગરમ થેપલા, ભાજી, દહી અને ચાનો નાસ્તો કરાવાયો હતો. આ સેવા કેમ્પમાં ગ્રુપના તમામ સભ્યોએ જહેમત ઉઠાવી હતી.