મોરબી : છેલ્લા આઠ-દસ વર્ષથી કચ્છ જીલ્લાના ઉખડમોરા ગામમાં આશાપુરા માતાજીના મંદિરે જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે ત્યારે ચાલુ વર્ષે પણ તા. 9 થી 13 ઓક્ટોબરના ઉખડમોરા ગામ ખાતે પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં સવારે નાસ્તો, બપોરે જમવાનું, સાંજે જમવાનું તેમજ રાત્રે નાસ્તો અને રાત્રી રોકાણ માટે વ્યવસ્થા કરવામાં આવી છે. તો આ કેમ્પનો લાભ લેવા પદયાત્રી ભાઈઓ- બહેનોને અનુરોધ કરાયો છે.