મોરબી : મોરબી તાલુકાના બેલા (આમરણ) ગામે એસઓજી ટીમે બાતમીને આધારે દરોડો પાડી રહેણાંક મકાનની પાછળના ભાગે આવેલ બાવળની કાંટમાંથી દેશી બનાવટની જામગરી બંદૂક સાથે એક શખ્સને ઝડપી લઈ મોરબી તાલુકા પોલીસ મથકમાં આર્મ્સ એક્ટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એસઓજી ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે મોરબી તાલુકાના બેલા (આમરણ) ગામે આરોપી હુશેનભાઇ નુરાલીભાઇ જામના રહેણાંક મકાનની પાછળના ભાગે આવેલ બાવળની કાંટમાંથી પરવાના વગરની દેશી બનાવટની જામગરી બંદૂક કિંમત રૂપિયા 2000 ઝડપી પાડી આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.આ સફળ કામગીરી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ મોરબીના પીઆઇ એમ.પી.પંડ્યાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.એસ.અંસારી, કે.આર.કેસરિયા, એએસઆઇ રણજીતભાઇ બાવડા, રસિક કુમાર કડીવાર, ફારૂકભાઈ પટેલ, કિશોરદાન ગઢવી, હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ જોગરાજીયા, જુવાનસિંહ રાણા, મહાવીરસિંહ પરમાર, શેખભાઈ મોરી, કોન્સ્ટેબલ આસિફભાઇ ચાણકીયા,ભાવેશભાઈ મિયાત્રા, માણસુરભાઈ ડાંગર, સામંતભાઈ છુછિયા, કમલેશભાઈ ખામ્ભલિયા અને અંકુરભાઈ ચાચુ દ્વારા કરવામાં આવી હતી.