મોરબી : મોરબીના કબીરધામ આશ્રમ વાવડી મુકામે હાલ મોરારીબાપુની રામ કથા ચાલી રહી છે ત્યારે મોરબીની દ્રષ્ટિ નામની દીકરીએ મોરારીબાપુનો આબેહૂબ પેન્સિલ સ્કેચ બનાવીને અર્પણ કર્યો હતો.ગત તારીખ 2 ઓકટોબરના રોજ મોરબીની દીકરી દ્રષ્ટિ જીતેન્દ્રભાઈ લાલજીભાઈ ધરોડીયાએ મોરારીબાપુને પોતાની જાતે બનાવેલ પેન્સીલ સ્કેચ અર્પણ કર્યો હતો. આ તકે બાપુએ સ્કેચ સ્વીકારી દીકરીની કલાના વખાણ કરીને દીકરીને અઢળક શુભેચ્છાઓ અને આશીર્વાદ આપ્યા હતા.