મોરબી : મોરબી રબારી સમાજના યુવા અગ્રણી, ભાજપના સક્રિય આગેવાન તેમજ વડવાળા યુવા સંગઠન તથા યંગ ઈન્ડિયા ગ્રુપના કાર્યકર ધર્મેશભાઈ રબારી (ઘારાભાઈ)ની રબારી સમાજના રાજ્ય કક્ષાના સંગઠન વિહોતર યુવા ગ્રુપ ઓફ ગુજરાતમાં પ્રદેશ મંત્રી તરીકે વરણી કરવામાં આવી છે. જેને પગલે મચ્છુકાંઠા-હાલાર રબારી સમાજમાં ખુશીનો માહોલ સર્જાયો છે. આ વરણી બદલ ધર્મેશભાઈ ઉપર ઠેર ઠેરથી શુભેચ્છા વર્ષા થઈ રહી છે.