મોરબી : મોરબી ઈન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા સ્વ. નલીનભાઈ ધનજીભાઈ છનીયારાના સ્મરણાર્થે નિ:શુલ્ક કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલમાં સ્ત્રીઓમાં ગર્ભાશય અને સ્તન કેન્સરનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. શરમ, સંકોચ અને આર્થિક કારણોસર લોકો સમયસર નિદાન કરવાનું ટાળતા હોય છે. જો સજાગતાથી પ્રાથમિક સ્ટેજમાં જ તપાસ થઈ જાય તો ઘણા પ્રકારની તકલીફો અને વેદનાથી બચી શકાય છે તે જાગૃતા માટે ઈન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા નિ:શુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે કેન્સર માટેના ટેસ્ટની કિંમત રૂ. 5000 હોય છે પરંતુ આ કેમ્પમાં નિ:શુલ્ક કરવામાં આવ્યા હતા. શહેરના અલગ-અલગ વિસ્તારના બહોળી સંખ્યામાં બહેનોએ લાભ લીધો હતો. આ તકે ક્લબના પ્રેસિડેન્ટ મયૂરીબેન કોટેચા દ્વારા પ્રોજેક્ટના દાતા નીલાબેન છનીયારાનો તેમજ મયુર હોસ્પિટલના સંચાલક કે જેમણે આ પ્રોજેક્ટ માટે હોસ્પિટલ ફાળવી તે માટે આભાર માન્યો હતો તેમજ અન્ય ખર્ચ માટેે પ્રિતીબેન દેસાઈનો સહયોગ કર્યો હતો. આ પ્રોજેક્ટ સફળ બનાવવા ક્લબની સમગ્ર ટીમના સભ્યો દ્વારા જહેમત ઉઠાવવામા આવી હતી.