નેશનલ હાઇવે ઉપર ડિવાઈડર પાસે વળી રહેલા વૃદ્ધને પાછળથી ઠોકર મારી કચડી નાખ્યા મોરબી : મોરબી - વાંકાનેર નેશનલ હાઇવે ઉપર લાલપર ગામ નજીક આવેલી શ્યામ હોટલની સામે બાઈક લઈને જઈ રહેલા વૃદ્ધને કાળમુખા ડમ્પર ચાલકે વૃદ્ધને પાછળથી ઠોકર મારી કચડી નાખતા ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે ઉપર લાલપર ગામ નજીક આવેલી શ્યામ હોટલની સામે GJ-36-Q-7490 નંબરનું બાઈક લઈને જઈ રહેલા મોરબીના લીલાપર ગામના રહેવાસી ભુદરભાઇ અમરશીભાઇ દેત્રોજાને GJ-03-BW-8837 નંબરના આરોપી ડમ્પર ચાલકે ડિવાઇડરની કટ પાસે પાછળથી ઠોકર મારી ડમ્પર હેઠળ કચડી નાખતા ઘટના સ્થળે જ ભુદરભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મૃતકના પુત્ર મહેશભાઇ ભુદરભાઇ દેત્રોજાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા અકસ્માત સર્જી સ્થળ ઉપર ડમ્પર મૂકી નાસી ગયેલા ડમ્પર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.