ધર્મનાથ સ્વામી જિનાલયમાં આદિશ્વર ભગવાનની ધાતુની પ્રતિમામાંથી સતત અડધો કલાક સુધી આરતીના સંગીતનો અવાજ આવ્યો, ભારે કુતૂહલ સર્જાયુંમોરબી : મોરબીના 500 વર્ષ જુના ધર્મનાથ સ્વામી જિનાલયમાં આદિશ્વર ભગવાનની ધાતુની પ્રતિમામાંથી સતત અડધો કલાક સુધી દિવ્ય ધ્વનિ સંભળાઈ હોવાની ઘટના સામે આવી છે. આ વાત વાયુ વેગે પ્રસરતા ભાવિકો મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટી પડ્યા હતા.સમગ્ર બનાવ અંગે ભાવેશભાઈ દોશીના જણાવ્યા મુજબ મોરબીમાં ધર્મનાથ સ્વામી જિનાલયમાં આજરોજ સાંજે ૬:૩૯ કલાકે અમિઝરા પાર્શ્વનાથ ભગવાનના દેરાસરજીમાં આદિશ્વર ભગવાનની ધાતુની પ્રતિમાના પબાશનમાંથી કુદરતી રીતે સંગીતની દિવ્ય ધ્વનિનો નાદ લગભગ ૩૦ મિનિટ સુધી સાંભળવા મળ્યો હતો. આ દરમિયાન પૂ.સાધુ ભગવંત દિવ્ય યશવિજયજી મ.સા..તથા સાધ્વીજી સંવેગ રત્નાશ્રીજી મ.સા. આદિ તેમજ શ્રાવકો અને શ્રાવિકાઓએ મોટી સંખ્યામાં દર્શનનો લાભ લીધો હતો.તેઓના જણાવ્યા મુજબ મૂળનાયક ધર્મનાથ દાદાની પ્રતિમા સંપ્રતિકાલીન સમયની છે અને ખૂબ જ ચમત્કારિક છે અને અગાઉ ઘણા લોકોએ રાત્રીના સમયે દિવ્ય ધ્વનિ, વાજિંત્ર સાથે અવકાશમાંથી પ્રકાશ પુંજ ગર્ભ ગૃહમાં સંભળાતો અને દેખાતો જોવા મળેલ છે અને પ.પૂ.અધ્યાત્મયોગી આચાર્ય ભગવંત ક્લાપૂર્ણ સૂરીશ્વરજી મહારાજ સાહેબ આ પ્રતિમા સામે કલાકો સુધી ભક્તિ કરતાં હતાં અને મુમુક્ષઓને દીક્ષા પહેલા એકવાર શ્રીધર્મનાથ દાદાના દર્શન કરવાનો આગ્રહ કરતા હતા.