મોરબી : હાલ મોરબીના નાની વાવડીના કબીરધામમાં મોરારીબાપુની માનસ શ્રદ્ધાંજલિ રામકથા ચાલી રહી છે. ત્યારે આ રામકથા દરમિયાન દરરોજ વિવિધ સેવાકીય કાર્યોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં રામકથા નિમિત્તે કબીરધામ ખાતે આવતીકાલે 7 ઓક્ટોબરના રોજ મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.આવતીકાલે તારીખ 7 ઓક્ટોબર ને શનિવારના રોજ કબીરધામ ખાતે સવારે 8 થી બપોરે 2 વાગ્યા સુધી મહારક્તદાન કેમ્પનું આયોજન કરાયું છે. આ મહારક્તદાન કેમ્પમાં સંસ્કાર બ્લડ બેંક- મોરબી, સિવિલ હોસ્પિટલ- મોરબી અને સિવિલ હોસ્પિટલ- રાજકોટનો સહકાર મળશે. તો આ મહારક્તદાન કેમ્પમાં રક્તદાન કરવા માટે રામકથા આયોજન સમિતિ દ્વારા અપીલ કરાઈ છે.