હળવદ : હાલ ઠેર ઠેરથી પદયાત્રીકો ચાલીને કચ્છના આશાપુરા માતાના મઢે દર્શનાર્થે જઈ રહ્યા છે ત્યારે હળવદ તાલુકાના શક્તિધામ (દિઘડીયા) ગામેથી આશાપુરા માતાના મઢ સુધી પદયાત્રીકોની સુવિધા માટે હરતો ફરતો સેવા કેમ્પ ચાલી રહ્યો છે. જેમાં પદયાત્રીકો માટે વિવિધ સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. આ સેવા કેમ્પનો અનેક પદયાત્રીકો લાભ લઈ રહ્યા છે.