પતિ, સાસુ, સસરા અને જેઠ -જેઠાણી વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હળવદ : હળવદ તાલુકાના વેગડવાવ ગામે માવતર ધરાવતી દીકરીને હળવદ તાલુકાના નવા દેવળીયા ગામના સાસરીયોનો ત્રાસ હોવાથી પતિ, સાસુ, સસરા અને જેઠ -જેઠાણી વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાવમાં આવી છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હાલમાં હળવદ તાલુકાના વેગડવાવ ગામે માવતરના ઘેર રહેતા અને નવા દેવળીયા ગામના સાસરૂ ધરાવતા શ્રધ્ધાબેન રાજાભાઇ સુવાણના બે વર્ષ પૂર્વે નયનભાઇ શિવાભાઇ ભાડકા સાથે લગ્ન થયા હતા લગ્નજીવન દરમિયાન પતિ સહિતના સાસરિયા દ્વારા ઘરકામ જેવી નાની નાની બાબતે મેણાટોણા મારી અવાર નવાર મારકુટ કરી શારીરીક અને માનસીક ત્રાસ આપવામાં આવતા શ્રદ્ધાબેને પતિ નયનભાઇ શિવાભાઇ ભાડકા, સસરા શિવાભાઇ રાજાભાઇ ભાડકા, સાસુ લક્ષ્મીબેન શિવાભાઇ ભાડકા, જેઠ પરેશભાઇ શિવાભાઇ ભાડકા અને જેઠાણી નીમુબેન પરેશભાઇ ભાડકા વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.