મોરબી : મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા કેશવ પાર્ટી પ્લોટ ખાતે બ્રહ્મ સમાજ માટે શરદ પૂનમની ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ કેશવ પાર્ટી પ્લોટ ખાતે બ્રહ્મ સમાજીના મહિલાઓ અને બહેનો માટે યોજાશે.દર વર્ષની જેમ આ વર્ષે પણ મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા શરદ પૂનમની રાત્રે દાંડિયા રાસનું ભવ્ય આયોજન કરાયું છે. આગામી તારીખ 28 ઓક્ટોબર ને શરદ પૂનમની રાત્રે બ્રહ્મ સમાજના પરિવારની મહિલાઓ અને બહેનો માટે લીલાપર કેનાલ રોડ નજીક આવેલા કેશવ લોન પાર્ટી પ્લોટ ખાતે દાંડિયા રાસનું ભવ્ય આયોજન કરાયું છે. તો આ કાર્યક્રમમાં બ્રહ્મ સમાજના પરિવારોને શરદ પૂનમની રાત્રે 8 કલાકે હાજરી આપી દૂધ પૌવાની પ્રસાદી તેમજ અલ્પાહાર લેવા અનુરોધ કરાયો છે. બ્રહ્મ સમાજની મહિલાઓ-બહેનોને વધુ તપાસ માટે બ્રહ્મ સમાજની મહિલા પાંખ તથા અન્ય આગોવાનોનો સંપર્ક કરવા જણાવાયું છે.