ચૂંટણી પંચ દ્વારા બપોરે પત્રકાર પરિષદ યોજવામાં આવશેમોરબી : ભારતના ચૂંટણી પંચ દ્વારા આજે સોમવારે બપોરે 12 વાગે એક પ્રેસ કોન્ફરન્સ કરવાના છે. જેમાં પાંચ રાજ્યોમાં ચૂંટણીની તારીખોની જાહેરાત થઇ શકે છે. વર્ષના અંત સુધીમાં મધ્ય પ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા, છત્તીસગઢ અને મિઝોરમમાં ચૂંટણી થવાની છે. આ દરેક વિધાનસભાઓનો કાર્યકાળ ડિસેમ્બર 2023થી લઇને જાન્યુઆરી 2024 સુધીમાં સમાપ્ત થઈ રહ્યો છે.ગુજરાતી જાગરણના અહેવાલ મુજબ મધ્યપ્રદેશમાં ભાજપ સરકાર છે, જ્યારે રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર છે. મિઝોરમમાં મિજો નેશનલ ફ્રન્ટ અને તેલંગાણામાં ભારત રાષ્ટ્ર સમિતિ એટલે કે BRSની સરકાર છે. 2024માં લોકસભા ચૂંટણી યોજાવાની છે એટલે આ ચૂંટણીઓને સેમી ફાઈનલ સ્વરુપે જોવામાં આવી રહી છે.સૂત્રોના જણાવ્યા મુજબ નવેમ્બરના બીજા સપ્તાહથી ડિસેમ્બરના પહેલા સપ્તાહની વચ્ચે મતદાનની તારીખો જાહેર થઈ શકે છે અને 15 ડિસેમ્બર પહેલા પરિણામ જાહેર થઈ શકે છે.