વાંકાનેરના સરતાનપર રોડ ઉપર આવેલ એમસર સીરામીક ફેકટરીમાં બનેલો બનાવ વાંકાનેર : વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ સિરામિક ફેકટરીમાં માટી ખાતામાં બોરમીલ ભરાઇનું કામ કરતી વખતે કન્વેયર બેલ્ટમાં માટી નાખતી વખતે શ્રમિકનો હાથ બેલ્ટમાં આવી જતા ગંભીર ઈજાઓ પહોંચતા શ્રમિક યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ એમસર સિરામિક ફેકટરીમાં માટી ખાતામાં બોરમીલ ભરાઇનું કામ કરતી વખતે કન્વેયર બેલ્ટમાં માટી નાખતી વખતે મૂળ મધ્યપ્રદેશના વતની આદિવાસી શ્રમિક મુકામસીંગ જેતુભાઇ સેમલીયાનો હાથ બેલ્ટમાં આવી જતા ખભાથી લઈ ગરદન સુધી ગંભીર ઈજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.