હળવદ બસ સ્ટેશન પાછળ પાનની દુકાને બનેલી ઘટના હળવદ : રિસામણે ગયેલી પત્નીને પરત તેડી લાવવાનું કહેવા ગયેલા સમાજના આગેવાનોની વાતચીતથી ઉશ્કેરાઈ ગયેલા શખ્સે હળવદના બસ સ્ટેન્ડ પાછળના વિસ્તારમાં રહેતા યુવાન ઉપર છરી વડે હુમલો કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ બસ સ્ટેન્ડ પાછળના વિસ્તારમાં રહેતા આરોપી કાળુભાઇ મંગાભાઇ મલ્લની પત્ની રિસામણે ગયેલી હોય સમજણ આગેવાનો કાળુભાઈને સમજાવવા ગયેલા અને પત્નીને પરત લાલાવા કહ્યું હતું જે બાબતનો ખાર રાખી આરોપી કાળુભાઇ મંગાભાઇ મલ્લ ગત તા.3ના રોજ છકડો રીક્ષા લઈને નીકળો ત્યારે ફરિયાદી સાગરભાઇ સવજીભાઇ રાઠોડ પાનની દુકાને હતા ત્યાં આવી ગાળો બોલવા લગતા તેને સમજાવવા જતા આરોપીઓએ છકડો રીક્ષામાંથી છરી કાઢી સાગરભાઈ તેમજ તેમના ભાઈને છરી વડે ઈજાઓ પહોંચાડી હતી. બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.