6 અને 7 ઓક્ટોબર બે દિવસ મોરબી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ફરશે યાત્રામોરબી : વિશ્વ હિંદુ પરિષદ-બજરંગ દળ મોરબી દ્વારા શૌર્ય જાગરણ યાત્રા શરૂ કરવામાં આવી છે ત્યારે ગઈકાલે જેતપર ગામે શૌર્ય જાગરણ યાત્રા પહોંચી હતી અને રાત્રે વિરાટ ધર્મ સભાનું આયોજન કરાયું હતું. આ ધર્મ સભામાં અંદાજે 1 હજારથી પણ વધુ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.વિરાટ ધર્મ સભામાં મુખ્ય વક્તા તરીકે ગુજરાત ક્ષેત્ર બજરંગદળના સંયોજક ભાવેશભાઈ ઠક્કર હાજર રહ્યા હતા. સાથે સંત પ્રભુચરણદાસ બાપુ, સૌરાષ્ટ્ર પ્રાંતના વિહીપ સામાજિક સમરસતાના સંયોજક રમેશભાઈ પંડયા, સુરેન્દ્રનગર વિભાગના બજરંગદળના સંયોજક કમલભાઈ દવે તથા શૌર્ય જાગરણ યાત્રાના સુરેન્દ્રનગર વિભાગના સહસંયોજક સત્યપાલસિંહ ઝાલાએ પણ ધર્મ સભાને સંબોધી હતી.આજે તારીખ 6 ઓક્ટોબરના રોજ આ શૌર્ય જાગરણ યાત્રા મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ, ઉમાટાઉનશિપ મંદિર, રામ મહેલ મંદિર, નગર દરવાજા ચોક, નરસંગ ટેકરી મંદિર, બાલકેશ્વર મહાદેવ મંદિર, સત્યેશ્વર મહાદેવ મંદિર, પંચમુખી હનુમાન મંદિર, કબીરધામ આશ્રમ (રામકથા), નાની વાવડી, બગથળા, આમરણ, ખાખરાળા, જેપુર, ઉમિયા આશ્રમ જશે. જ્યારે આવતીકાલે તારીખ 7 ઓક્ટોબરના રોજ ઉમિયા આશ્રમથી યાત્રા આગળ પ્રસ્થાન કરીને શક્ત શનાળા મંદિર, ટકારા, ખીજડીયા ચોકડી, મેઈન બજાર, રાજબાઈ ચોક, લતીપર ચોકડી.. લતીપર ચોકડીએ ધર્મ સભા યોજાશે. ત્યારબાદ હડમતીયા, વાંકાનેર, મચ્છુ માતાના મંદિરે, જકાતનાકા, જીનપરા ચોક, માર્કેટ ચોક, ગાયત્રી મંદિર, માર્કેટ ચોક, મેઈન બજાર, જકાતનાકા, વઘાસીયા ગામમાં ફરશે.