હાર્ટ એટેકના વધતા બનાવને પગલે મેડિકલ વ્યવસ્થા જાળવવા મુદ્દે કલેકટરને રજુઆતમોરબી : મોરબીમાં મોટા ગરબાના આયોજનોમાં એમ્બ્યુલન્સ સાથે મેડિકલ ટીમ તૈનાત રાખવા માટે મોરબી શહેર જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં શહેર અને જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ જણાવ્યું છે કે આગામી નવરાત્રીમાં ખેલૈયાઓ મન ભરીને ગરબે ઘૂમવાના છે. ત્યારે હાલ યુવાનો અને પ્રૌઢોમાં હાર્ટ અટેકના બનાવો વધારે બનતા જોવા મળે છે. વધારે પડતા કામનો બોજો અને ઝડપથી રમતા યુવાનો ઉપર હાર્ટ ટેકનો ખતરો ઉભો થાય છે. તો ગરબે ઘુમતા ખેલૈયા ઉપર આફત આવે તો તે સમયે તાત્કાલિક સારવાર મળી રહે તે માટે મોરબી જિલ્લામાં જ્યાં જ્યાં મોટા આયોજનો થાય છે ત્યાં મેડિકલ સારવાર સાથે એમ્બ્યુલન્સની વ્યવસ્થા આયોજકો તરફથી ફરજિયાત કરવામાં આવે તો જાનહાની નિવારી શકાય છે.