મોરબી : મોરબી તાલુકા પોલીસ મથકના ગુન્હામાં મોરબી સબજેલમા રહેલ રાજસ્થાનનો વતની કાચા કામનો કેદી મહેન્દ્રસિંહ ઉર્ફે પ્રહલાદ રતનસિંહ ઓડ ઉ.22 ગત તા.17/05/2021ના રોજ એક મહિનાના વચગાળાના જામીન ઉપર મુક્ત થયા બાદ જેલમાં પરત ન આવી છેલ્લા 2 વર્ષથી ફરાર હોય મોરબી એલસીબી અને પેરોલ ફરલો સ્ક્વોડની ટીમે અરવલ્લી જિલ્લાના શામળાજી નજીકથી બાતમીને આધારે ઝડપી લઈ મોરબી સબજેલ હવાલે કર્યો હતો.