ચોટીલાના રેશમિયા ગામનો શખ્સ ડીલેવરી આપવા આવ્યો અને પોલીસે દબોચી લીધો વાંકાનેર : વાંકાનેર નેશનલ હાઇવે ઉપર જીનપરા જકાતનાકા પાસેથી પોલીસે બાતમીને આધારે ચોટીલા તાલુકાના રેશમિયા ગામના શખ્સને 500 લીટર દેશી દારૂ ભરેલી સ્વીફ્ટ કાર સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમે નેશનલ હાઇવે ઉપર જીનપરા જકાતનાકા પાસેથી પોલીસે બાતમીને આધારે વનરાજભાઈ સામંતભાઈ મેર, રહે.હાલ રેસમીયા તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર મૂળ રહે.ડાકવડલા તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર વાળાને રૂપિયા 80 હજારની કિંમતની સ્વીફ્ટ કારમાં 500 લીટર દેશી દારૂ કિંમત રૂપિયા 10 હજાર તેમજ 2 હજારની કિંમતના મોબાઈલ ફોન સહીત કુલ રૂપિયા 92 હજારના મુદામાલ સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.