હળવદ : અબોલ જીવને બચાવવાના હોય કે અન્ય માનવજીવ માટે કોઈ સેવાકીય પ્રવૃત્તિઓ કરવાની હોય હંમેશા હળવદના ફ્રેન્ડસ યુવા સેવા ગૃપનું નામ આગળ પડતું હોય છે ત્યારે આ ફ્રેન્ડસ યુવા ગૃપના સેવાભાવી યુવાને બતકનો જીવ બચાવ્યો હોવાની ઘટના સામે આવી છે.ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપના સક્રિય અને સેવાભાવી નવયુવાન એવા સાગર સંઘવી પોતાના ધંધાકીય કામે ખાખરેચી બાજુ ગયા હતા. તે અરસામાં એક બતક ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યું એવી જાણ અજયભાઈ શંખેશ્વરીયા દ્વારા કરવામાં આવતા સાગરભાઇએ ત્યાંના લોકોની મદદ લઈ બતકને હળવદ પશુ દવાખાના ખાતે લઈ જવાની માટે કામગીરી કરી હતી બતકનો જીવ બચી જાય અને તેને યોગ્ય સારવાર મળી રહે તે માટે ગ્રુપના નવયુવાન એવા સાગર સંઘવીએ તાત્કાલિક ધોરણે બર્ડ હેલ્પ લાઇનનો સંપર્ક કરી યોગ્ય વ્યવસ્થા કરી આપવા જાણ કરી હતી. બાદમાં પશુ ડોક્ટર દ્વારા અક્ષયભાઇનો સંપર્ક કરી ખાખરેચીથી હળવદ બતક લાવી પશુ દવાખાને સોંપવામાં આવી હતી અને બતકનો જીવ બચાવવામાં આવ્યો. આ રીતે સેવાભાવી યુવાન દ્વારા અબોલા જીવને બચાવવામાં આવ્યો હતો.