વાંકાનેર : વાંકાનેર તાલુકાના કોટડાનાયાણી ગામે ગત તા.1ના રોજ માતાજીના મઢે દર્શનાર્થે ગયેલા રાજકોટ વેલનાથપરામાં રહેતા પુજાબેન ગોપાલભાઇ માણસુરીયા ઉ.41 નામના મહિલાને ઝેરી જીવડું કરડી જતા સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તા.5ના રોજ મૃત્યુ થતા બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.