મોરબી : મોરબીના ઘુંટુ ગામે આગામી તારીખ 10 ઓક્ટોબર ને મંગળવારના રોજ સાણજા પરિવાર દ્વારા ભવ્ય સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.સ્વ. ભીમજીભાઈ લવજીભાઈ સાણજા, સ્વ. રંભાબેન ભીમજીભાઈ સાણજા અને સ્વ. છગનભાઈ ભીમજીભાઈ સાણજાના સ્મરણાર્થે સાણજા પરિવાર દ્વાર 10 ઓક્ટોબર ને મંગળવારના રોજ ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાશે. જેમાં સંતવાણી આરાધક પ્રકાશભાઈ ગોહિલ, રાહુલભાઈ રાવળ, વર્ષાબેન પટેલ અને કશ્યપ અગ્રાવત એન્ડ ગ્રુપ ભજનની રમઝટ બોલાવશે. આ સંતવાણી કાર્યક્રમ અલખ ભક્તિ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર પણ લાઈવ નિહાળી શકાશે.