ભડીયાદ રોડ ઉપર આવેલ સોસાયટીમાં રહેણાંકમાં ધમધમતા જુગારધામમાં એલસીબી ત્રાટકી મોરબી : મોરબીના ભડીયાદ રોડ ઉપર આવેલ જવાહર સોસાયટીમાં રહેણાંક મકાનમાં જુગારધામ ધમધમતું હોવાની બાતમીને આધારે મોરબી એલસીબી ટીમે દરોડો પાડી જુગારની મજા માણી રહેલા સાત આરોપીઓને રોકડ તેમજ મોબાઈલ સાથે ઝડપી લઈ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમને બાતમી મળી હતી કે, ભડીયાદ રોડ ઉપર આવેલ જવાહર સોસાયટીમાં આરોપી ભગવાનજીભાઇ સીદાભાઇ મકવાણાના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર રમવાના સાધનો પુરા પાડી નાલ ઉઘરાવી જુગાર રમાડવામાં આવી રહ્યો છે જે બાતમીને આધારે પોલીસ ટીમે દરોડો પાડતા જુગાર રમી રહેલા આરોપી ભગવાનજીભાઇ સીદાભાઇ મકવાણા, દિનેશભાઇ કેશુભાઇ પરમાર, રાજુભાઇ તેજાજી રાઠોડ, રધુભાઇ લાખાભાઇ જોગડીયા, વિનોદભાઇ ચકુભાઇ અધારા, કરશનભાઇ પ્રેમજીભાઇ સાવરીયા અને મુળજીભાઇ સામજીભાઇ વધોરા તીનપતિનો જુગાર રમતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા. પોલીસે દરોડા દરમિયાન રોકડા રૂપિયા 29,670 તેમજ 21,000ની કિંમતના સાત મોબાઈલ ફોન કબ્જે કરી મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં સાતેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા અન્વયે ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.