સીટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડતા રાજકોટ, જામનગર અને મોરબીના જુગારીઓ પાના ટીચતાં ઝડપાઇ ગયા મોરબી : મોરબીના રવાપર ધુનડા રોડ ઉપર આવેલ ચિત્રકૂટ સોસાયટીમાં રહેણાંક મકાનમાં જુગારધામ ધમધમતું હોવાની બાતમીને આધારે સીટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડતા રાજકોટ, જામનગર અને મોરબીના જુગારીઓ પાના ટીચતાં ઝડપાઇ ગયા હતા.પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના રવાપર ધુનડા રોડ ઉપર આવેલ ચિત્રકૂટ સોસાયટીમાં રહેતા નિલેષભાઇ પ્રવીણભાઇ રૂપારેલે ઘરમાં જુગાર રમવાના સાધનો પુરા પાડી નાલ ઉઘરાવી જુગાર ક્લ્બ શરૂ કરી હોવાની બાતમીને આધારે સીટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડતા જુગારની મજા માણી રહેલા આરોપી નિલેષભાઇ પ્રવીણભાઇ રૂપારેલ રહે.મોરબી રવાપર ગામ ધુનડા રોડ ચિત્રકુટ સોસાયટી હનુમાનજી મંદીર પાસે, મોરબી, રસીકભાઇ ગાંડાલાલ રાજાણી, રહે.રાજકોટ કેવડાવાળી મેઇન રોડ બજરંગ સોડાની સામે, જયેશભાઇ અશોકભાઇ રૂપારેલ, રહે.રાજકોટ યુનીવર્સીટી રોડ રૈયારોડ લાઇટ હાઉસ સોસાયટી, રાજેશભાઇ ભગવાનજીભાઇ ખખ્ખર, રહે.રાજકોટ યુનીવર્સીટી રોડ ભગતસિંહ ગાર્ડન પાસે હાઉસીંગ બોર્ડ મકાન, અલ્પેશભાઇ નરેન્દ્રભાઇ રૂપારેલ, રહે.જામનગર સાતનાથ કોલોની પાછળ જડેશ્વર પાર્ક, ભાવીનભાઇ પ્રવીણભાઇ રૂપારેલ, રહે.રવાપર ગામ ચિત્રકુટ સોસાયટી હનુમાજી મંદીર પાસે મોરબી અને કમલેશભાઇ અશોકભાઇ રૂપારેલ રહે.રાજકોટ રેલનગર વીરસાવરકર ટાઉનશીપ નામના આરોપીઓ તીનપતિ રમતા ઝડપાઇ જતા પોલીસે રોકડા રૂપિયા 47,200 કબ્જે કરી તમામ વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.