મોરબી : મોરબીના નગર દરવાજા નજીક આવેલ નાસ્તા ગલીમાંથી શ્યામભાઈ બીપીનભાઈ રાચ્છ, રહે.વર્ધમાન સોસાયટી 3, સેવાસદન પાછળ, મોરબી વાળાની માલિકીનું રૂપિયા 25000ની કિંમતનું હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ કોઈ અજાણ્યો તસ્કર ચોરી જતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.