મોરબી : મોરબી તાલુકા પોલીસે ટીંબડી પાટીયા પાસે રાધે ક્રિષ્ના પાન એન્ડ હોટલ નામની દુકાનમાંથી નશીલી આર્યુવેદીક શીરપની ૩૮ બોટલો સાથે એક શખ્સની ધરપકડ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકા પોલીસની ટિમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન ટીંબડી પાટીયા પાસે, સહકાર ચેમ્બર્સ પાસે પહોંચતા રાધે ક્રિષ્ના પાન એન્ડ હોટલ નામની દુકાનના દુકાનદાર પાસેથી પાસ પરમીટ કે આધાર વગર નશીલી આર્યુવેદીક શીરપની કુલ બોટલ નંગ-૩૮ કિં.રૂ.૫૭૦૦/- નો મુદ્દામાલ મળી આવતા શંકાસ્પદ ચીજવસ્તુ તરીકે સી.આર.પી.સી. કલમ-૧૦૨ મુજબ મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. આ જથ્થો રાખી વેંચાણ કરનાર કરશનભાઇ ભાયાભાઇ ઝાપડા ઉ.વ.૪૦, ધંધો- વેપાર, રહે. નવી ટીંબડી, તા.જી.મોરબીવાળાને પકડી પાડવામાં આવ્યા છે.આ કામગીરીમાં પીએસઆઇ વી.જી.જેઠવા, પોલીસ હેડ કોન્સ. દિનેશભાઇ બાવળીયા, વનરાજભાઇ ચાવડા, હરેશભાઇ આગલ, દિવ્યરાજસિંહ જાડેજા, ભગીરથભાઇ લોખીલ, પૃથ્વીરાજસિંહ જાડેજા, યશવંતસિંહ ઝાલા રોકાયેલ હતા.