તસ્કરો રહેણાંક મકાનમાં રસોડાની ગ્રીલ તોડી કળા કરી ગયા હળવદ : હળવદના ધરતીનગર વિસ્તારમાં તસ્કરો રહેણાંક મકાનના રસોડાની ગ્રીલ તોડી અંદાજે 13.5 તોલાના સોનાના દાગીના તેમજ ચાંદીના દાગીના ઉપરાંત રોકડ સહીત 1,94,250ની માલમતાની ચોરી કરી જતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.ઘરફોડ ચોરીના આ બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા ગિરીશકુમાર અરવિંદભાઇ નાકરાણીએ જાહેર કર્યું હતું કે, ગત તા.21/09/2023ના રોજ રાત્રીના સમયે અજાણ્યા તસ્કરો તેમના ધરતીનગર વિસ્તારમાં આવેલા મકાનની રસોડાની ગ્રીલ તોડી કબાટમાં રહેલ સોનાનુ મંગળસુત્ર એક જેનુ વજન આશરે 6 તોલા જેટલુ જેની કિંમત આશરે રૂ.81,000, સોનાના લેડીઝ પાટલા બે જેનુ વજન આશરે 2 તોલા જેની કિંમત આશરે રૂ.27,000 તથા સોનાની કાનની બુટ્ટી તથા પેન્ડલ ત્રણ જોડી જેનુ વજન આશરે 2 તોલા જેની કિંમત આશરે રૂ.27,000 તથા સોનાની લેડીઝ વીટ્ટી ત્રણ જોડી જેનુ વજન આશરે 1 તોલા જેની કિંમત આશરે રૂ.13,500 તથા સોનાનો હાર એક જેનુ વજન આશરે 1.5 તોલા જેની કિંમત આશરે રૂ.20,250 તથા સોનાનો ચેન એક જેનુ વજન આશરે 1 તોલા જેની કિંમત આશરે રૂ.13,500 તથા ચાંદીનો લેડીઝ જુડો તથા લેડીઝ ચાંદીના પગના સળા જેનુ વજન આશરે 4 તોલા જેની કિંમત આશરે રૂ.3000 એમ કુલ રૂપીયા 1,85,250ના સોનાના તથા ચાંદીના દાગીના તથા રોકડ રકમ રૂ.9,000 એમ કુલ રૂ.1,94,250ના મુદ્દામાલની ચોરી કરી ગયા હતા. બનાવ અંગે હળવદ પોલીસે અજાણ્યા તસ્કર વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.