મોરબી : મોરબી જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા જલારામ પ્રાર્થના મંદિર ખાતે તા. 8 થી 14 ઓક્ટોબર 11 પોથી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞની પોથીયાત્રા તા.8ને રવિવારે બપોરના 4 કલાકે દરિયાલાલ મંદીર, બજાર લાઈનથી જલારામ મંદિર અયોધ્યાપુરી રોડ સુઘી નીકળશે. આ શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં વ્યાસપીઠ પર વક્તા તરીકે પૂ. રત્નેશ્વરીબેન (ગુરૂ ભાવેશ્વરી માતાજી- રામધન આશ્રમ) પોતાની આગવી શૈલીમાં કથાનું રસપાન કરાવશે. કથાનો સમય બપોરના 3 થી 7 વાગ્યાનો રહેશે. તેમજ દરરોજ સાંજના 7:30 કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. સપ્તાહના દરેક દિવસે વિવિધ પ્રસંગોની ઉજવણી કરવામાં આવશે. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા લોહાણા મહાજન મોરબી- ઉપપ્રમુખ- નવીનભાઈ રાચ્છ, મંત્રી નરેન્દ્રભાઇ રાચ્છ તથા સર્વે સદસ્યો, અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના-મોરબીના પ્રમુખ- હસુભાઈ પુજારા તથા સર્વે સદસ્યો, રઘુવંશી યુવક મંડળ- મોરબીના પ્રમુખ સંદીપભાઈ ખગ્રામ તથા સર્વે સદસ્યો, રઘુવંશી મહીલા મંડળ-મોરબીના ચંદ્રિકાબેન પલાણ તથા સર્વે સદસ્યો,સમસ્ત પોપટ પરિવાર-મોરબી- પ્રફુલ્લભાઈ પોપટ તથા સર્વે સદસ્યો, રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ-મોરબીના હરીશભાઈ રાજા તથા સર્વે સદસ્યો, દરિયાલાલ મંદિર જીર્ણોધ્ધાર સમિતી-મોરબીના પ્રમુખ-નરેન્દ્રભાઈ પુજારા તથા સર્વે સદસ્યો, જલારામ સેવા મંડળ, લોહાણા વિદ્યોતેજક ફંડ, કે.પી.ભાગીયા-પાટીદાર સમાજ અગ્રણી, જયેશભાઈ કંસારા- કંસારા સમાજ અગ્રણી, જયેશભાઈ ટોળીયા-જૈન સમાજ અગ્રણી, મોરભાઈ કંઝારીયા-સતવારા સમાજ અગ્રણી,વાલજીભાઈ ડાભી-સતવારા સમાજ અગ્રણી સહીતના કાર્યકર્તાઓ જહેમત ઉઠાવી રહ્યા છે. મોરબીના દરેક ધર્મપ્રિય જનતાને કથા શ્રવણ કરવા તેમજ પોથીયાત્રામાં ઉપસ્થિત રહેવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.