મોરબી : તા.૧૧ને બુધવારનાં રોજ ચિત્રકૂટ ફીડરમાં આવતા અમુક વિસ્તારમાં ફીડર સમારકામ સવારે ૭.૩૦ વાગ્યાથી બપોરે ૨.૦૦ વાગ્યા સુધી ચાલશે. આ દરમિયાન વીજ પુરવઠો બંધ રહેશે. જેમાં નવલખી રોડ, સેન્ટમેરી સ્કુલ, જૂની નવી રેલ્વે કોલોની, સ્ટેશન રોડ, અંબિકા રોડ, માધાપરા, મહેન્દ્રપરા, મચ્છીપીઠ, જૂના બસસ્ટેન્ડ, ઘાંચી શેરી, જૂના મહાજન ચોક, નાગર પ્લોટ, ચાર ગોડાઉન, કુલી નગર ૧/૨, રોહીદાસપરા તથા આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે. તેમ નાયબ ઇજનેર- મોરબી શહેર પેટા વિભાગ-૨ની યાદીમાં જણાવાયું છે.