મોરબી : મોરબીમાં નવા બસ સ્ટેન્ડ નજીક એસઓજી ટીમે ચોરાઉ બાઇકની શંકાએ એક શખ્સને ઝડપી પાડી તેનું બાઇક કબ્જે લઈને આગળની કાર્યવાહી અર્થે એ ડિવિઝન પોલીસને સોંપેલ છે. પ્રાપ્ત વિગતો અનુસાર એસઓજી ટિમ પેટ્રોલીંગમાં હોય જગદિશસિંહ રઘુવિરસિંહ રાજપુત ઉ.વ.૨૬ નામના એક ઇસમને શંકાસ્પદ મોટર સાયકલ સાથે નવા બસ સ્ટેશન સામે રોકી મો.સા. ચેક કરતા હિરો આગળ પાછળ નબર પ્લેટ વગરનુ મો.સા હોય જેથી તેના એન્જીન નંબર મોબાઇલ પોકેટ કોપમાં સર્ચ કરતા કોઇ માહીતી સર્ચ ન થતી હોય જેથી પૂછપરછ કરતા ઇસમ ગલ્લા તલ્લા કરી સંતોષ કારક જવાબ આપતો ન હોય જેથી મોટર સાયકલ તેણે કોઇ સ્થળેથી ચોરીથી કે છળકપટથી મેળવેલનુ જણાતુ હોવાથી મોટરસાઇકલ સી.આર.પી.કલમ-૧૦૨ મુજબ કબજે કરેલ છે. અને આગળની કાર્યવાહી કરવા મોરબી સીટી એ ડીવી પો.સ્ટે.ને મુદ્દામાલ સાથે ઇસમને સોંપી આપેલ છે.