મોરબી : મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત ચાલતા સખી વન સ્ટોપ સેન્ટર અને અભયમ મહિલા હેલ્પ લાઈન 181ના સંકલનથી એલઇ કોલેજની વિદ્યાર્થીનીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં યોજનાકીય માહિતી સાથે સંઘર્ષના નિવારણ અંગે માહિતી આપવામાં આવી હતી.